અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકા અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને દેશો વચ્ચેના તણાવને શાંત કરવામાં મદદ કરી હતી, પરંતુ તેઓ સીધા એવું કહેવા માંગતા નથી કે તેમણે મધ્યસ્થી કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું એમ નથી કહેતો કે મેં મધ્યસ્થી કરી, પરંતુ મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ ખતરનાક બની રહેલી સમસ્યાને ઉકેલવામાં મદદ કરી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર સ્વીકાર્યું છે કે, તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું નથી. ટ્રમ્પે કહ્યું કે તેમણે મધ્યસ્થી કરી નથી. ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત-પાકિસ્તાન સમસ્યા ઉકેલવામાં મદદ કરી છે. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે અમેરિકન રાષ્ટ્રપતિએ પહેલા દાવો કર્યો હતો કે, તેમણે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાવ્યા છે. પરંતુ હવે તેઓ પોતે કહી રહ્યા છે કે મેં યુદ્ધવિરામ નથી કરાવ્યું પરંતુ હું કહેવા માંગુ છું કે, મેં જરૂરી મદદ પૂરી પાડી હતી.

