અમેરિકા ઈઝરાયલને હમાસ સાથે સમજૂતી કરવાનું દબાણ બનાવી રહ્યું છે. હમાસ પણ કહી રહ્યું છે કે, સીઝફાયર કરવામાં આવશે. સાથે જ યુદ્ઘને પૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવશે. પણ આ કેવી રીતે શક્ય થશે? આ પ્રશ્ન હજુ ઉભો છે.એનું કારણ છે કે ઈઝરાયલ સતત ગાઝા પર હુમલાઓ કરી રહ્યું છે. પાછલા દિવસોમાં ઈઝરાયલે ગાઝા પર 26 હુમલાઓ કર્યા, જેમાં લગભગ 300 લોકોના મોત થયા. એક રિપોર્ટ અનુસાર 48 લોકો તો એવા છે જે રાહત સામગ્રી માટે રાહ જોઈ રહ્યાં હતાં અને એ દરમિયાન થયેલા હુમલામાં તેમના મોત થયાં.

