
સુરતમાં શિક્ષણને વધાવતા અને નવદિકસૃષ્ટિના આરંભે નાનકડાં બાળકોના મનમાં શાળાની મીઠી યાદો ઊંડવી રહે તે માટે આયોજિત શાળા પ્રવેશોત્સવ શાનદાર રીતે ઉજવાયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિતિ આપી હતી.
શાળામાં ઉત્સવનો માહોલ
કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીએ સન્માનિત કર્યા, જેમાં તેમની શૈક્ષણિક અને અન્ય કુશળતાઓને માન આપી પુરસ્કૃત કરવામાં આવ્યા. શાળાના નવપ્રવેશી નાનકડા બાળકોએ કુમકુમ તિલક તથા કુમકુમ પગલાંના શુભ સંકેત સાથે શાળામાં પ્રવેશ કર્યો, જેનાથી સમગ્ર વાતાવરણમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણ અધિકારી, શાળાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીદળે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને મહેમાનોનું મનોરંજન પણ કર્યું.
'શિક્ષણ એ ધ્યેય નહી, એક યાત્રા છે'-હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ બાળકોને આર્શીવાદ આપતાં જણાવ્યું હતું કે, "શાળાનું પ્રથમ પગલું બાળકના જીવનની સફળ યાત્રાની શરૂઆત છે. શિક્ષણ માત્ર પાટિયા પરના અક્ષર નથી, પણ સંસ્કાર, સમજ અને સમર્પણ છે."