બાંગ્લાદેશીઓના એપી સેન્ટર સમાન ચંડોળા તળાવની આજુબાજુના વિસ્તારમાં કુખ્યાત લલ્લા બિહારીએ એકહથ્થુ શાસન જમાવ્યુ છે. એક ટપોરીએ આખાય વિસ્તારમાં આખુ નેટવર્ક કેવી રીતે ઉભુ કર્યું છે તે અંગે સવાલો ઉઠ્યાં છે. શાહ-એ-આલમ-ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારીએ ગેરકાયદે પાર્ટીપ્લોટ, પાર્કિંગથી માંડીને લાઇટ-પાણી ચોરી કરીને મસમોટી કમાણી ઊભી કરી લીધી હતી.

