Home / Gujarat / Navsari : Outsourced employee embezzles Rs 22 lakhs at Chikhli Sub-District Hospital

ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારી દ્વારા 22 લાખની ઉચાપત

ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારી દ્વારા 22 લાખની ઉચાપત

નવસારી જિલ્લાનીચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસથી ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષથી કામ કરતાં આઉટસોર્સના કર્મચારી સતીષભાઈ ભોએદ્વારા ચાર બિલોમાં અંદાજિત 22 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ રાજકોટ વડી કચેરીએ મળી હતી જેના આધારે ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્પિટલ ના કર્મચારીઓના પગાર સહિતની કામગીરી કરતા કર્મચારી દ્વારા મોટી રકમની નાણાંકીય ગેરરીતિની હોવાને લઈને ચકાસણી કરી હતી જેનો રિપોર્ટ બનાવી તેવો ગઈકાલે ગાંધીનગર રવાના થયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી પ્રકાશમાં આવી રહી હતી. આ દરમિયાન મંગળવારના રોજ મધ્ય રાત્રિના સમયે ગાંધીનગરથી મહેસાણાના સિવિલ સર્જન સહિતની ટીમ દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અધિક્ષકને સાથે રાખીને તપાસ હાથ આવી હતી,જેને લઈને સમગ્ર હોસ્પિટલના વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો. આ સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની ગ્રાન્ટમાં 22 લાખથી વધુની ત્રણથી ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી અને તેનો મુખ્ય સૂત્રધાર સતીશ ભોએ આઠમી માર્ચથી દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. 

વધુમાં આ નાણાં સ્ટોક માર્કેટમાં કાણ કરવા માટે કે અન્ય કોઈ એકના ડબલ જેવી કોઈ લોભામણી સ્કિમમાં ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઇ રહી છે. આક્ષેપિત સતિષ ભોએ દ્વારા છેલ્લા છ મહિનામાં 22લાખના બિલોમાં ગોટાળો કરી રકમ પોતાના બે એકાઉન્ટમાં ડિપોઝિટ કર્યા હોવાની હકીકત તપાસ કરતા ટીમને મળી છે, સતિષભાઈ છેલ્લા દસ વર્ષથી હોસ્પિટલમાં આઉટસોસ કર્મચારી તરીકે કામગીરી કરે છે જેમાં તેમને તમામ વહીવટી કામગીરી નો અનુભવ હતો,જેનો દુરુપયોગ કરી નાણાકીય ઉચાપત કરી છે. આ સમગ્ર પ્રકરણની જાણ હોસ્પિટલ તંત્રને 20મી માર્ચના રોજ થઈ હતી જેથી ખુલાસો માંગતી નોટિસ તંત્ર દ્વારા તેના ઘરે જઈને આપવામાં આવી છે. હાલ તો તપાસ કરતા ટીમને 232 લાખ જેટલા રૂપિયાની ઉચાપતની માહિતી મળી છે આ આંકડો વધી શકે છે અને તેની સાથે અન્ય વ્યક્તિ સંડોવાયા છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Related News

Icon