
સમગ્ર ગુજરાતમાં ચોરીના અલગ-અલગ ગુનાઓને અંજામ આપનાર ચીખલીગર ગેંગને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી છે.
સુરેન્દ્રનગર DySP પાર્થ પરમારે માહિતી આપતા જણાવ્યું કે, લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરી સહિતના ગુનાઓને અંજામ આપતી ચીખલીગર ગેંગની ધરપકડ કરી છે. જોરાવરનગર, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને આ ચીખલીગર ગેંગ અંજામ આપી ચુકી છે.
CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવતા ચીખલીગર ગેંગના 3 સાગરીતો ઝડપાઇ ગયા હતા. બાઈક, દાગીના, રોકડ રકમ સહિત 10 લાખનો મુદામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો છે. સમગ્ર ગુજરાતમાં આંતક મચાવનાર માયાસિંઘ અને અજયસિંઘ સહિત 3 ઇસમોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી માયાસિંઘ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પહેલા પણ તેણી 7 જેટલા ગુન્હાઓમાં ધરપકડ થઇ ચુકી છે જયારે 13 જેટલા ગુન્હાઓમાં તે ફરાર હતો. આરોપી અજયસિંઘ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના નામે 6 જેટલા ગુન્હાઓ નોંધાઈ ચુક્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
- માયાસિંઘ (રહે. વડનગર)
- અજયસિંઘ (રહે. ખંભાત)
- જીતસિંઘ (રહે. સાવલી)