ગુજરાતના સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. સુરેન્દ્રનગરના નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મળતા અહેવાલ પ્રમાણેલ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને પડી છે.
વરસાદી પાણીના ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
વરસાદી પાણીના ભરાવાથી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ, પી.એમ. રૂમ અને ક્ષય વિભાગ પાણીમાં ગરકાવ બન્યા છે. આવી સ્થિતિમાં દર્દીઓ અને તેમના સગાસ્નેહીજનોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. વરસાદી પાણીના ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોનું જોખમ ઉભું કરે છે.
5 સોસાયટીઓમાં ફરી વળ્યા ગટરના ગંદા પાણી
સુરેન્દ્રનગર મનપાની હદમાં આવેલ અંદાજે ૦૫ થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ નહી. થતા સામાન્ય વરસાદમાં જ સોસાયટીના રસ્તાઓ પર તેમજ ખુલ્લી જગ્યામાં વરસાદી તેમજ ગટરોના ગંદા પાણી ફરી વળતા અનેક પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે અનેક વખત સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ ઉઠવા પામી છે.