Home / : Questions and answers that puzzle the people of Sahiyar

Sahiyar : મૂંઝવણ 

Sahiyar : મૂંઝવણ 

- લગ્ન પછી પ્રથમ સંભોગ દરમ્યાન મને જરાય પીડા ન થઈ અને રક્તસ્રાવ પણ ન થયો. શું આ લક્ષણો નોર્મલ ગણાય? 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

* મારી ઉંમર ૩૭ વર્ષની છે. મારે બે દીકરી અને એક દીકરો છે. મારી પત્નીની તબિયત સારી નથી રહેતી અને તેને અસ્થમાના અટેક આવતા રહે છે. મારે જાણવું છે કે હું નસબંધીનું ઓપરેશન કરાવું તો કેવું? એના કોઈ ગેરફાયદા ખરા? આ ઓપરેશન કેટલું ડેન્જરસ છે? 

એક પુરુષ (અમદાવાદ)

* પુરુષ નસબંધીનું ઓપરેશન સારું,સરળ અને ઉત્તમ છે. એ ઘડીના છઠ્ઠા ભાગમાં થઈ જાય છે. હવે તો ટાંકા વગરની શસ્ત્રક્રિયા પણ આવી ગઈ છે. આ ઓપરેશન પછી પુરુષ બીજા દિવસે કામ પર પણ જઈ શકે છે. પુરુષને સૌથી મોટો ડર એ હોય છે કે એને લીધે કોઈ કમજોરી કે નપુંસકતા આવી જશે તો? જોકે નસબંધીથી કોઈ નપુંસકતા નથી આવતી એટલે તમે મનમાં કોઈ જાતનો ડર રાખ્યા વિના આ ઓપરેશન કરાવી લો. તમારું આ પગલું વખાણવાલાયક છે. સ્ત્રીનસબંધી કરતાં પુરુષનસબંધી વધારે સલાહભરી છે. જરૂર પડે તો પુરુષનસંબંધીના ઓપરેશનને રિવર્સ પણ કરાવી શકાય છે એટલે કે જોડી અથવા ખોલી પણ શકાય છે.

* હું ૬૫ વર્ષનો પુરુષ છું મને સંભોગની ઇચ્છા થાય છે,પરંતુ શિશ્નોત્થાન ન થવાને કારણે નથી કરી શકતો. મારી પત્નીની ઉંમર ૬૦ વર્ષ છે અને તેને પણ સંભોગ કરવાની ઇચ્છા થાય છે.

પંદર દિવસમાં એક વાર તો અમે સેક્સનો આનંદ માણીએ છીએ. જુદી-જુદી રીતે હું તેને સંતોષ આપું છું. હું એક વાઇબ્રેટર ખરીદવાનો વિચાર કરું છું. શું પત્ની માટે એનો ઉપયોગ સહીસલામત ગણાય?

એક પુરુષ (સુરત)

* વાઇબ્રેટર અથવા મસાજ સંપૂર્ણપણે સલામત છે. તમે બેટરીથી ચાલતું વાઇબ્રેટર ખરીદજો. કેટલાંક વાઇબ્રેટરો જુદી-જુદી સ્પીડ ધરાવતાં હોય છે જેનાથી ઉત્તેજનાનો સ્તર વધારી શકાય છે. મોટા ભાગની સ્ત્રીઓને એનાથી સંતોષ મળે છે.

* હું ૨૫ વર્ષની પરિણીત મહિલા છું. લગ્ન પછી પ્રથમ સંભોગ દરમ્યાન મને જરાય પીડા ન થઈ અને રક્તસ્રાવ પણ ન થયો. શું આ લક્ષણો નોર્મલ ગણાય? સંભોગ બાદ વીર્ય બહાર નીકળી જાય છે. શું એને કારણે ગર્ભધારણ કરવામાં તકલીફ થશે? ગર્ભાધાન કરવાની શ્રેષ્ઠ મુદ્રા કઈ?

એક યુવતી (મુંબઈ)

* પ્રથમ સંભોગ દરમ્યાન સ્ત્રીને પીડા કે રક્તસ્રાવ થાય એ જરૂરી નથી. સંભોગ પછી વીર્ય બહાર નીકળી જવાથી ગર્ભાધાનમાં કશી આંચ નથી આવતી. જોકે વાત્સ્યાયને કામસૂત્રમાં સ્ત્રી માટે તેનાં બન્ને ઢીંચણ છાંતીને સ્પર્શે એ રીતે ચત્તાપાટ સૂવાની મુદ્રાની ભલામણ કરી છે. આ સ્થિતિમાં વીર્ય બરાબર જળવાઈ રહે છે. જો તમે સંભોગ દરમ્યાન નિતંબ નીચે ઓશીકું રાખી શકો તો એનાથી વીર્ય અંદર રહેવામાં મદદ મળશે.

* નિયમિત રીતે વીર્યપાન કરવાથી સ્ત્રીના ઉરોજો વિકસિત થાય છે અને તેની ત્વચા સુંવાળી બને છે એ વાત કેટલી સાચી? મુખમૈથુન  પછી વીર્યસ્ત્રાવ મુખમાંથી બહાર કરાય તો પતિના આનંદમાં ઘટાડો થાય?

એક યુવતી (સુરત)

* વીર્યપાન કરવાથી મહિલાના ઉરોજો વિકસિત થાય કે તેની ત્વચા સુંવાળી બને એ માત્ર ગેરમાન્યતા છે. સ્તનયુગ્મના વિકાસનો આધાર જે તે મહિલાના શરીરમાં રહેલી ચરબી પર રહે છે.અને જ્યારે ચીકણું વીર્ય સ્તન પર લગાવવામાં આવે ત્યારે જ ત્વચા સુંવાળી લાગે છે.

* મુખમૈથુન પછી વીર્યસ્ત્રાવ મુખમાંથી બહાર કરાય તેનાથી પતિના આનંદમાં ઘટાડો થાય કે નહીં તે દરેક પુરુષે અલગ અલગ હોય. તેથી તમારા પતિને શેમાં વધુ આનંદ મળે છે તે તમારે જ શોધી કાઢવું રહ્યું. મારી પત્ની પોતાની મરજી અને ખુશીથી મારું લિંગ મુખમાં લઈ મુખમૈથુન કરે છે. પણ વીર્યસ્ત્રાવ પછી મને એવું લાગે છે  જાણે મેં પાપ કર્યું છે.શું આ પાપ છે?

એક યુવક ( ભરુચ)

* ના,મુખમૈથુન કરવામાં કોઈ પાપ નથી કે તેમાં કોઈ નુકસાન પણ નથી. વળી તમે તમારી પત્ની પાસેથી આ કાર્ય પરાણે નથી કરાવતાં. જોકે તે પોતાની મરજીથી મુખમૈથુન કરે છે. તેથી તમને આ બાબતે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. 

- અનિતા

Related News

Icon