મહારાષ્ટ્ર નાગપુર કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય વિજય વડેટ્ટીવાર ફરી એકવાર વિવાદોમાં મુકાયા છે. તેમણે ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદિત નિવેદન આપતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે કે, 'કેન્દ્ર સરકારે પાકિસ્તાનના 15 હજારની કિંમતના ડ્રોન માટે 15 લાખની મિસાઈલનો ઉપયોગ કર્યો. આ મામલે સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ.'

