અમદાવાદના રખિયાલ મુક્તિધામ ખાતે કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર અને કમિશનરની નનામી બનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે વધુ પૈસા લેવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અગ્નિસંસ્કારના વધુ પૈસા લેવાને કારણે મધ્યમ વર્ગના લોકો ખુલ્લી લૂંટનો ભોગ બની રહ્યા છે.
રખિયાલ મુક્તિધામ અંગે સ્થાનિકોનો આક્ષેપ છે કે, હાટકેશ્વર સ્મશાનમાં છેલ્લા 10-15 દિવસથી રિનોવેશનનું કામ ચાલતું હોવાથી ગોમતીપુર, અમરાઈવાડી, ભાઈપુરા અને રખિયાલના લોકો અહીં અગ્નિસંસ્કાર માટે આવે છે, પરંતુ લીલા લાકડાથી અગ્નિસંસ્કારમાં મુશ્કેલી પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં અહીં CNG ભઠ્ઠીનું નિર્માણ થયું નથી, અને પાણી તેમજ પ્રાથમિક સુવિધાઓનો પણ સ્મશાન ગૃહમાં અભાવ છે.