
ગુજરાતમાં મહિસાગર નદી પર બનેલા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંક 18 પર પહોંચ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મહીસાગર નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃત દેહ મળ્યા હતા. હજું પણ 2 વ્યક્તિઓ લાપતા છે. તો બીજી તરફ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા 13 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, અને 43ને સારવાર લેવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે કેમિકલ ભરેલું ટેન્કર પાણીમાં ખાબક્યા હોવાને કારણે ડીપ ડ્રાયવર્સને આંખોમાં બળતરાનો સામનો કરવો પડી રહ્યો છે.
લાપતા લોકો
રયજીભાઈ રતનસિંહ પરમાર (રહે. દહેવણ, તા.બોરસદ)
સુખભાઈ વાગડિયા ( રહે. સરસવા, તા ગોધરા, જિલ્લો પંચમહાલ
રેસ્ક્યું ઓપરેશન યથાવત
હજુ પણ ઘટનાસ્થળ પર રેસ્ક્યું ઓપરેશન યથાવત છે. વહેલી સવારથી જ NDRF સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી છે. કલેકટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રેસ્ક્યું ટીમે હજું 18 લોકોના મૃતદેહ બાહર કાઢ્યા છે. તો બીજી તરફ બે લોકો હજું લાપતા થયા છે. જેમની શોધખોળ યથાવત છે.
4 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ અહી રાતભર પડાવ નાખ્યો હતો.ગંભીરા બ્રિજ મામલે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના 1 એક્ઝીક્યુટીવ એન્જિનિયર, 2 ડેપ્યુટી એન્જિનિયર અને 1 આસિસ્ટન્ટ એન્જિનિયરને તત્કાલ અસરથી ફરજમુક્ત કરાયા છે.