Home / Gujarat / Dahod : A young man got trapped in rainwater

VIDEO/ Dahod: વરસાદી પાણીમાં એક યુવક ફસાયો, સ્થાનિકોએ રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કાઢ્યો

Dahod News: ગુજરાતભરમાં મેઝરાજાએ કહેર મચાવી છે, ઠેર ઠેર ભારે વરસાદને કરાણે તંગદિલીનો માહોલ સર્જાયો છે. એવામાં દાહોદમાં હાઈવે પર એક યુવકનું રેસ્ક્યુ કરાયું હતું. મીરાખેડી નજીક કોરિડોર હાઇવે પર યુવકનો રેસ્ક્યુ કરાયું હતું. કોરિડોર હાઇવેમાં પાણીનો નિકાલ ન થવાને કારણે વરસાદી પાણી ભરાયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એવામાં  કોરીડોર નજીક પાણી ભરાતા એક યુવક ફસાયો હતો. તેની જાણ થતાં જ  વિસ્તારના સ્થાનિક લોકોએ તેનું રેસ્ક્યુ કર્યું હતું અને હેમખેમ બહાર કાઢ્યો હતો. સ્થાનિક લોકોએ દોરડાની મદદથી યુવકું રેસ્ક્યુ કર્યું હતું. અને યુવકને સહી સલામત ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહાર કાઢ્યો હતો.

Related News

Icon