
Dahod News: દાહોદમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મોટા સામાચાર સામે આવી રહ્યા છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મોટીહાંડી ગામે ચૂંટણી દરમિયાન માથાકુટનો મામલો સામે આવ્યો હતો. જેને પગલે હાલ મતદાન બંધ રાખવામાં આવ્યું છે.
મતદાન બુથમાં માથાકુટને પગલે ઝાલોદ પ્રાંત અધિકારીએ મતદાન પ્રક્રિયા બંધ કરાવી હતી. ધામણખોબરા પ્રાથમિક શાળાના બુથ નંબર-2માં છેલ્લા 2 કલાકથી મતદાન બંધ છે. માથાકુટમાં ચુંટણી પ્રક્રિયાની અમુક સામગ્રી ગુમ થતા મતદાન બંધ કરવામા આવ્યું છે. સમગ્ર ઘટનાને દાહોદ જીલ્લા પોલીસ વડા, DYSP, PI, LCB તેમજ ઝાલોદ SDM અને ઝોનલ અધિકારી સહીતના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.
મતદાન કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો હજુ પણ લાંબી લાઈન લગાવીને બેઠા છે. પરંતુ સરપંચના 43 બેલેટ અને સભ્યોના 43 બેલેટ ગુમ થતાં હવે સંપૂર્ણ મતદાન પ્રક્રિયા બંધ કરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 24 જૂનના રોજ ફરી મતદાન યોજાશે.