
મલાઈકા અરોરા, અર્જુન કપૂરથી બ્રેકઅપ બાદ મૂવ ઓન કરી રહી છે. તેને શો, ઈવેન્ટ્સ અને અન્ય એક્ટિવિટીઝમાં ભાગ લેતા જોઈ શકાય છે. તે અત્યારે 'હિપ હોપ ઈન્ડિયા 2' માં રેમો ડિસોઝા સાથે જજ તરીકે કામ કરી રહી છે. આ દરમિયાન તે રવિવારે રમાયેલી IPL 2025ની ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ જોવા પહોંચી હતી. તે આ મેચને એન્જોય કરી રહી હતી પરંતુ તે એકલી આ મેચને એન્જોય નહતી કરી રહી. તેની સાથે શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર અને રાજસ્થાન રોયલ્સનો પૂર્વ કોચ કુમાર સંગકારા પણ જોવા મળ્યો હતો.
મલાઈકા અરોરાએ આ દરમિયાન રાજસ્થાન રોયલ્સની ટી-શર્ટ પણ પહેરેલી હતી. તે કુમાર સંગકારા સાથે રાજસ્થાનને સપોર્ટ કરી રહી હતી. ટીવી સ્ક્રીન પર જ્યારે લોકોએ તેને સંગકારા સાથે જોઈ તો આશ્ચર્ય વ્યક્ત કર્યું. બંનેની ડેટિંગની વાતો થવા લાગી. મલાઈકા અને સંગકારાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યા. તસવીરો અને વીડિયો પર કમેન્ટ કરતાં લોકો જાત-ભાતની અટકળો લગાવી રહ્યા છે.
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે આ મેચ ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં મલાઈકા અરોરા-કુમાર સંગકારા સાથે રાજસ્થાન રોયલ્સના ડગ આઉટમાં જોવા મળી હતી. એક યુઝરે બંનેની સાથેની તસવીર શેર કરતાં લખ્યું, 'શું મલાઈકા અરોરા સંગકારાને ડેટ કરી રહી છે.?'
મલાઈકા અરોરા-કુમાર સંગકારાની રિલેશનશિપની અફવાઓ
એક યુઝરે લખ્યું, 'મલાઈકા અરોરા સંગકારાને ડેટ કરી રહી છે? હવે આ એક મોટું પગલું છે- માઈક્રોએગ્રેશન.' એક અન્ય યુઝરે લખ્યું, 'મલાઈકા અરોરા RRના ડગઆઉટમાં બેઠી છે, શું તે તેમની ફેશન કોચ છે?'
રાજસ્થાન રોયલ્સનો ક્રિકેટ ડાયરેક્ટર છે કુમાર સંગકારા
કુમાર સંગકારાએ ઘણી સીઝન સુધી રાજસ્થાન રોયલ્સના હેડ કોચ તરીકે કામ કર્યું. તે હવે ક્રિકેટ ડાયરેક્ટર પદ પર છે. IPL 2025થી પહેલા રાહુલ દ્રવિડે ટીમના નવા હેડ કોચ તરીકે પદભાર સંભાળ્યો છે. એક ખેલાડી તરીકે કુમાર સંગકારાએ પંજાબ કિંગ્સ (પહેલા કિંગ્સ XI પંજાબ), ડેક્કન ચાર્જર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને લીડ કરી હતી.