છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કરાલી ગામના બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં નંદપુર ગ્રામ પંચાયતમાં વીસી તરીકે અને પત્રકાર તરીકે કામ કરનારનું મોત નીપજ્યું હતું. મૃતક મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે ઈક્કો ગાડી ચાલકે ટક્કર મારીને અકસ્માત કરી મોતને ઘાટ ઉતાર્યા હતાં. જયારે રતનપુર(ક) સરપંચ તેમજ તેના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો કે, આ અકસ્માત નહિ પરંતુ હત્યા કરવામાં આવી છે. જેને લઈને પોલીસ તમામના જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનારના માતાપિતા પણ આક્ષેપ કરી રહ્યા છે કે, અમારા પુત્રની હત્યા થઇ છે. જેથી પોલીસ નિષ્પક્ષ તપાસ કરે.

