Home / Gujarat / Devbhoomi Dwarka : Two brothers lost their lives when their boat capsized

દેવભૂમિ દ્વારકામાં હોડી ડૂબી જતાં બે ભાઇઓએ ગુમાવ્યો જીવ

દેવભૂમિ દ્વારકામાં હોડી ડૂબી જતાં બે ભાઇઓએ ગુમાવ્યો જીવ

ચોમાસાની શરૂઆત થતાં જ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. તો બીજી તરફ દરિયો તોફાનો બન્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા સલાયાના દરિયામાં હોડી ડૂબી જતાં બે સગા ભાઇઓના મોતના અહેવાલ પ્રાપ્ત થયા છે. દરિયામાં કરન્ટ હોવાથી હોડી ડૂબી જતાં બે સગા ભાઇઓને દરિયો ગળી ગયો છે. અચાનક બંને ભાઇના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રાપ્ત માહિતી અનુસાર સયાલા નાના આંબલા ગામના બે ભાઇઓ સલાયા બંદર નજીક કાળુભાર ટાપુ પાસે હોડી લઇને શિકાર કરવા ગયા હતા. સયાલાથી 4 નોટિકલ માઇલ દૂર કૂડચલનો શિકાર કરવા ગયેલા સીમરાજ ઘાવડા (ઉ.વ.24) અને મોહમ્મદહુસૈન ઘાવડા (ઉ.વ.27) નામના યુવકોની હોડી દરિયામાં ગરકાવ થઇ હતી અને બંને સગા ભાઇઓના મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઇને કારાભાઇ ઘાવડાએ સલાયા મરીન પોલીસને જાણ કરી છે. 

Related News

Icon