ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર સાથે ચોમાસાનું આગમન થયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી સુરેન્દ્રનગરના નાયકા ડેમ અને ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે. નાયકા ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. ભોગાવો નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યુ છે. ભોગાવો નદીમાંથી પાણી છોડાતા ખમીયાણા, ભળીયાદ, મેમકા, કેરાળા, રતનપર, સાંકળી, વઢવાણ, સિયાણી, નટવરગઢ, દોલતપર ગામને એલર્ટ કરવામાં આવ્યા. સાર્વત્રિક વરસાદને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક છે. નદીઓ ઉપરાંત તળાવો પણ ઓવરફ્લો થયા છે.

