વડોદરામાં ફરી એક વખત પાલિકાની નબળી કામગીરી જોવા મળી છે. વાઘોડિયા રોડ પર વગર વરસાદે પાણી ભરાયું હતું. પાંદરથી વીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઊડ્યાં હતા જાણે તંત્રની નબળી કામગીરીનો પુરાવો આપતા હોય તેમ. ભર બપોરે ફુવારા ઉડતા ભુલાકાઓ પાણીની મસ્તીનો આનંદ લેતા જોવા મળ્યા. આમ પણ વડોદરામાં પાણીનો કકળાટ છે ત્યક હજારો લિટર પાણી તંત્રના પાપે વહી ગયું.
વડોદરાના વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં બહાર ઉનાળે પીવાના પાણીનો કકળાટ જોવા મળ્યો હતો. પાવાનું પાણી સ્થાનિકોને નહીં મળતા ઉગ્ર રોષ સાથે તેઓ રસ્તા પર ઉતારી આવ્યા હતા. સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે માટલાં ફોડી રોષ વ્યક્ત કર્યો હતો. વડોદરનું પાલિકા તંત્ર શહેરીજનોને પૂરતા પ્રેસરથી પાણી આપવામાં નિષ્ફળ નીવડી છે. વારંવાર પાલિકા તંત્રને રજુઆત કરવા છતાં પણ નથી મળી જનતાને પીવાનું શુદ્ધ પાણી.