Mehsana News: મહેસાણાના દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર આવ્યા છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. દુધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવ 820થી વધારીને 830 રૂપિયા કર્યા છે. જેને પગલે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

