Dudhsagar Dairy News: મહેસાણા દૂધ સાગર ડેરીની શુક્રવારે (27મી જૂન) મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં મામલો એકાએક બગડતાં ચેરમેન અશોક ચૌધરીએ આવેશમાં આવીને યોગેશ પટેલને લાફો ઝીંકી દેતા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ભારે હોબાળો થયો છે. હવે મહેસાણા દૂધ સાગર ડેરીમાં કૌભાંડ થતો હોવાનો વાઇસ ચેરમેન યોગેશ પટેલે ઘટસ્ફોટ કર્યો છે.

