DevBhoomi Dwarka News: ગુજરાતમાં ઠેક ઠેકાણેથી રખડતાં પશુનો આતંક સામે આવે છે. ઘણી વખત રસ્તા પર રખડતાં ઢોરને કારણે ગંભીર અકસ્માત પણ સર્જાય છે અને કોઈને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. એવામાં ખંભાળિયામાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. ખંભાળિયામાં રસ્તે રજડતા પશુએ બાઈકને અડફેટે લીધું હતું.

