
Dwarka news: દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. મોટા આસોટા ગામ પાસે કાનબેટડી ટાપુ તરફ ગયેલા ત્રણ લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. જેની જાણ પોલીસ તંત્રને થતા તાબડતોબ ત્રણ લોકોની બચાવ કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તાર એવા મોટા આસોટા ગામ પાસે કાનબેટડી ટાપુ તરફ દરિયામાં ગયા બાદ અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બે નાના બાળકો અને એક પુરુષ મળી કુલ ત્રણ લોકો આ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા અને બચવાનો કોઈ રસ્તો નહોતો. જે અંગેની જાણ તંત્રને થતા કલ્યાણપુર પોલીસે તરત રૅસ્ક્યૂ કરી દરિયામાં ફસાયેલા ત્રણ લોકોને સહી સલામત રીતે ઘરે પહોંચાડયા હતા.