
Rajkot news: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર બોગસ મેડિક્લેમ કેસમાં એસીપી ડૉ.રાધિકા ભારાઈનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમને જણાવ્યું કે, આરોપી ડૉ.અંકિતનો જેલમાંથી સંપૂર્ણ કબ્જો લઈને આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બોગસ રિપોર્ટના આધારે રૂપિયયા 22 લાખથી વધુની રકમનો મેડિકલેમ પકવવાના કારસ્તાન અંગે અગાઉ ફરિયાદ નોંધાઈ ચુકી છે. જેમાં આ કેસમાં ડૉ.અંકિત કાથરાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે.
મળતી વિગતો પ્રમાણે, રાજકોટના બોગસ મેડિક્લેમ કેસમાં નવું અપડેટ આવ્યું છે. જેમાં આ કેસની વાત કરતા એસીપી ડૉ.રાધિકાએ જણાવ્યું હતું કે, ડૉ.અંકિત કાથરાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે. ખોટા રિપોર્ટના આધારે 22 લાખથી વધુ રકમનો મેડિકલ વીમો પકવવાના કાવતરા અંગે ફરિયાદ નોંધાઈ છે. બાદમાં હોસ્પિટલમાં આવેલા ખાનગી ઈમેજિંગ સેન્ટરમાંથી MRI રિપોર્ટ કઢાવ્યો હતો. જે બાદ રાધે હોસ્પિટલમાં ડૉ.વિપુલ બોડા પાસે સારવાર કરાવી હતી. શહેરની કુંદન હોસ્પિટલમાં પણ ડોક્યુમેન્ટસ સામેલ છે. એસીપી ડૉ.રાધિકા ભારાઈએ વધુમાં જણાવ્યું કે, હાલ તો આરોપી ડૉ.અંકિત પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે અને હાલ જેલમાં છે, જેથી જેલમાંથી આરોપીનો ક્બ્જો લઈ વધુ કાર્યવાહી કરવામાં આવશે. આરોપીએ લોન લીધેલી છે અને તેની ભરપાઈ માટે મેડિકલેમ કૌભાંડમાં પણ સંકળાયેલા છે.