
Bharuch news: ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક PDF ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેથી આ અંગેની પોલીસ ફરિયાદ સાયબર ક્રાઈમમાં આપી હતી. તેમજ આવી લિંક કે મેસેજથી સાવધ રહેવા વિનંતી પણ કરી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચના વાલિયા ખાતે રહેતા અને વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ ગત તારીખ-24મી જૂનના રોજ રાત્રે પરિવાર સાથે સૂઈ ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રે 2 કલાકે અજાણ્યા સાયબર ઠગોએ તેઓનું વોટ્સએપ હેક કરી તેમાં રહેલા 2500થી 3 હજાર કોન્ટેક્ટ લિસ્ટમાં હિન્દીમાં બે બીભત્સ મેસેજ સહિત એક પી.ડી.એફ લિંક ફોરવર્ડ કરવામાં આવી હતું આ અંગેની જાણ પૃથ્વીરાજસિંહ ગોહિલને તેઓના કોન્ટેક્ટ લિસ્ટના નંબર પરથી ફોન આવતા જાણ થઈ હતી.જેથી
તેઓએ પોતાના વોટ્સએપને હેક કરી સાયબર ઠગોએ બીભત્સ મેસેજ કર્યા હોવા સાથે પોતે સાયબર હુમલાના શિકાર બન્યા હોવાનું માલુમ પડ્યું હતું.જેથી તેઓએ વાલિયા પોલીસ મથકે સાયબર ઠગો વિરુદ્ધ અરજી આપી હતી. અને લોકોને આવી લિંક કે મેસેજથી સાવધાન રહેવા અપીલ કરી હતી.