
સિદ્ધારમૈયા અને અન્ય લોકો સાથે સંબંધિત મુડા કૌભાંડ કેસના સંદર્ભમાં ED, બેંગ્લોર દ્વારા 9/06/2025 ના રોજ PMLA-2002 ની જોગવાઈઓ હેઠળ રૂ. 100 કરોડ (આશરે) ની બજાર કિંમત ધરાવતી 92 સ્થાવર મિલકતો (MUDA સાઇટ્સ) કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી રૂ. 400 કરોડની કુલ જપ્તી કરવામાં આવી છે.
https://twitter.com/ANI/status/1932346976315551817
મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 100 કરોડ રૂપિયાની 92 સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. ED એ 9 જૂનના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરી હતી, જે મૈસુરમાં લોકાયુક્ત પોલીસે નોંધેલી FIR ના આધારે શરૂ કરેલી તપાસમાંથી ઉદ્ભવી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું નામ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે.
ED અધિકારીઓએ જણાવ્યું હતું કે, MUDA સાઇટ્સ પર જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે, જે હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીઓ અને કેટલાક વ્યક્તિઓના નામે નોંધાયેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો MUDA અધિકારીઓ સહિત પ્રભાવશાળી વ્યક્તિઓના મહોરા કે એજન્ટો હતા. જણાવી દઈએ કે લોકાયુક્તે FIR નોંધ્યા પછી, ED એ તેની તપાસ શરૂ કરી દીધી છે.