
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્છસ તનાવ ચાલી રહ્યો છે ત્યારે પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (PBA) એ પાકિસ્તાનના FM રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલાથી પાકિસ્તાની રેડિયો સ્ટેશનોના પ્રેક્ષકોમાં ભારે ઘટાડો થવાની શક્યતા છે.
પાકિસ્તાને ભારતીય ગીતો પર લગાવ્યો પ્રતિબંધ
પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશને ભારતીય ગીતો પર પ્રતિબંધ મુક્યો છે, ત્યારે પાકિસ્તાની સરકારે 1 મે, 2025ના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં એ જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન હવે બોલિવૂડ ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે, 'હવે પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતો વગાડવામાં આવશે નહીં.' એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ નિર્ણય સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
'વડાપ્રધાન મોદીએ નિર્દોષોને સજા ન આપવી જોઈએ'
તમને જણાવી દઈએ કે, આ પહેલા ભારત સરકારે પણ નિર્ણય લઈને પાકિસ્તાનના અનેક મોટા સ્ટાર્સને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ લિસ્ટમાં હાનિયા આમિર, માહિરા ખાન, આયઝા ખાન, ઈકરા અઝીઝ જેવા એક્ટર્સનું નામ સામેલ છે. જ્યારે આ ખબરને લઈને ઈન્ટરનેટ પર હલચલ મચી ગઈ હતી. આ પછી, હાનિયાની એક નકલી પોસ્ટ પણ વાઈરલ થઈ હતી. જેમાં તેણે કહ્યું હતું કે, 'વડાપ્રધાન મોદીએ નિર્દોષોને સજા ન આપવી જોઈએ.'