
એલોવેરા એક એવી વાસ્તુ છે જે ત્વચાને પોષણ આપે છે અને ઉનાળો હોય કે શિયાળો, તે ચહેરાની ચમક જાળવી રાખવામાં મદદ કરે છે. શિયાળામાં તે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ડ્રાયનેસ ઘટાડે છે, જ્યારે ઉનાળામાં તે ત્વચાને શાંત કરે છે અને લાલાશ, સોજો, ખંજવાળ જેવી સમસ્યાઓથી રાહત આપે છે. એલોવેરા ઘણા એન્ટી-ઓકિસડન્ટોથી ભરપૂર છે અને તે સરળતાથી ઉપલબ્ધ પણ છે. એલોવેરા જેલ બજારમાં સરળતાથી મળી જાય છે અને જો તમે ઈચ્છો તો, ઘરે તેનો છોડ વાવી શકો છો જે ઘણા હેતુઓ માટે ઉપયોગી છે અને તે ત્વચા માટે એક ઉત્તમ કુદરતી ઘટક છે.
એલોવેરામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે જે ઉનાળામાં થતા બેક્ટેરિયલ ઇન્ફેકશનથી ત્વચાનું રક્ષણ કરે છે. આ ઉપરાંત, તેના ઠંડકના ગુણો ત્વચાને ગરમીથી રાહત આપે છે. જેના કારણે ચહેરો ફ્રેશ દેખાય છે. ચાલો આ લેખમાં 4 એલોવેરા માસ્ક વિશે જાણીએ જે ઉનાળામાં તમારા ચહેરાને કુદરતી રીતે ચમકતો અને મુલાયમ રાખશે.
એલોવેરા જેલ અને ગ્રીન ટીનો માસ્ક
ગ્રીન ટી અને એલોવેરા બંને ત્વચાને હાઈડ્રેટ કરવા, ખીલ દૂર કરવા, ઇન્ફેકશન અટકાવવા, ત્વચાને ઠંડક આપવા અને ડાઘ દૂર કરવા માટે શ્રેષ્ઠ છે. બે ચમચી એલોવેરા જેલમાં b ચમચી ગ્રીન ટી પાવડર મિક્સ કરો અને તેને ચહેરા અને ગરદન પરલગાવો. 20 મિનિટ પછી ચહેરો સાફ કરી લો.
એલોવેરા જેલ, મધ અને હળદરનો માસ્ક
એલોવેરા જેલમાં મધ અને ચપટી હળદર મિક્સ કરીને ફેસ માસ્ક તૈયાર કરો. આ માસ્ક લગાવવાથી ટેનિંગ દૂર થાય છે અને ધીમે ધીમે પિગમેન્ટેશન પણ ઓછું થવા લાગે છે. આ માસ્ક ત્વચાને નરમ બનાવે છે અને ચહેરા પરની પફીનેસ પણ ઘટાડે છે.
એલોવેરા જેલ અને ગુલાબજળનો માસ્ક
એલોવેરા જેલમાં ગુલાબજળ મિક્સ કરો અને તેમાં વિટામિન Eની કેપ્સ્યુલ ઉમેરો. આ ફેસ માસ્ક ખીલ અને ત્વચાની ડ્રાયનેસ દૂર કરવામાં મદદ કરે છે, ત્વચાને કડક બનાવે છે અને ટેનિંગ ઘટાડે છે.
એલોવેરા જેલ અને કાકડીનો માસ્ક
એલોવેરા જેલ ત્વચા માટે ફાયદાકારક છે, આ ઉપરાંત કાકડી ત્વચાને હાઇડ્રેટ કરવાનું પણ કામ કરે છે. ઓઈલી ત્વચા ધરાવતા લોકો માટે પણ આ એક સારો ફેસ માસ્ક છે. કાકડીના રસને એલોવેરા જેલ સાથે મિક્સ કરો. તેમાં એક ચપટી હળદર ઉમેરો અને ચહેરા પર લગાવો. આ માસ્કથી ત્વચા ફ્રેશ દેખાશે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.