
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એકવાર ફરી અસમાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક તત્વોને કાયદાનો ડર ન હોય તેમ પિતા અને પુત્ર પર હુમલો કર્યો હતો. જેથી પિતા-પુત્રને ગંભીર ઈજાઓ થતા બંનેને ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટના ધોરાજીમાં અજાણ્યા શખ્સોએ જૂની અદાવતમાં પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. જેમાં યુવકને શરીરના ભારે ગંભીર ઈજાઓ થઈ હતી. યુવકને પગમાં ફ્રેકચર પણ થયું હતું. જ્યારે યુવકના પિતાને માર મારતા પગ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંનેને તાબડતોબ ધોરાજીની સરકારી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંનેનું નિવેદન લઈ આગળની તપાસ શરૂ કરી છે. ધોરાજીમાં દિવસેને દિવસે વધી રહ્યો છે અસામાજિક તત્વોનું આંતક.