
ગુજરાતના રાજકોટમાં ફૂડ-વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લગતી ગંભીર ખામીઓ સામે આવી છે. મવડી વિસ્તારમાં આવેલા નીલકંઠ ઢોસા નામના ખાણીપીણીના સ્થળ પર ચેકિંગ દરમિયાન 33 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો.
વાસી સાંભાર અને મંચુરિયનનો નાશ કર્યો
અખાદ્ય પદાર્થોમાં વાસી સાંભાર અને મંચુરિયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાધુ વાસવાણી રોડ પર આસ્થા એન્ટરપ્રાઈઝમાં તપાસ કરતાં 28 કિલો વાસી પનીર જપ્ત કરવામાં આવ્યું. ફૂડ વિભાગની ટીમે આ બંને સ્થળોને નોટિસ ફટકારી છે.
19 ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું
આ સાથે, મોરબી રોડ પર પણ ફૂડ વિભાગે 19 ખાણીપીણીની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું, જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સંગ્રહની પદ્ધતિઓની તપાસ કરવામાં આવી.