Home / Gujarat / Rajkot : VIDEO: Former CM Vijay Rupani cremated with full state honours

VIDEO: પૂર્વ CM વિજય રૂપાણીના રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

અમદાવાદમાં 12 જૂને (ગુરુવાર) સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. જેમાં અનેક રાજકીય મહાનુભાવો જોડાયા અને રાજકોટમાં માહોલ ગમગીન બન્યો છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ દુર્ઘટનામાં 241 વિમાન મુસાફરો સહિત કુલ 278 લોકોના દુખદ નિધન થયા હતાં. ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન) 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો,  ત્યારબાદ વિજય રૂપાણીના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેન દ્વારા સિવિલથી રાજકોટ તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતાં.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. 

પૂર્વ સીએમ વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેમના નિવાસસ્થાનેથી 7:40 વાગ્યે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે અંતિમયાત્રા રાત્રે 9:40 વાગ્યે સ્મશાનયાત્રા રામનાથપરા સ્મશાન પહોંચી હતી. 

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમયાત્રા શરૂ થઈ છે. ચાલુ વરસાદમાં પણ અંતિમ દર્શન માટે કોટેચા ચોકમાં લોકો ઉમટી પડ્યા હતા. અંતિમયાત્રા નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન પહોંચશે. અંતિમયાત્રામાં 'વિજયભાઈ અમર રહો...' 'ભારત માતા કી જય...'ના નારા ગુંજી ઊઠ્યાં. 





Related News

Icon