
ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સના કારોબાર માટે કુચલિત થતો જાય છે. ખેપિયાઓ ગુજરાત મારફતે સમગ્ર ભારતમાં ડ્રગ્સનો કારોબાર ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ કચ્છ ગાંધીધામની એક હોટલમાંથી બાતમીના આધારે પોલીસે 17 લાખની કિંમતના હેરોઈન સાથે બે પંજાબી વ્યક્તિઓની ધરપકડ કરી છે.
પૂર્વ કચ્છ પોલીસે બાતમીના આધારે ગાંધીધામના જવાહરનગરના અર્બુદા હોટલમાંથી બે પંજાબી ઇસમોની અટકાયત કરી હતી જેમની પાસેથી 34.430 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આ ડ્રગ્સની બજાર કિંમત ૧૭,૨૧,૫૦૦ હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલ બને ઇસમો પંજાબના તરનતારણ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. આ બંને ઇસમ વિરુદ્ધ વિરૂધ્ધ The Narcotics Drugs And Psychotropic Substances Act હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ હેરોઈન- ડ્રગ્સ કેવી રીતે ગાંધીધામ સુધી પહોંચ્યું. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ આદરી છે.