ગીર સોમનાથમાં એક યુવકને ઘરે બોલાવીને ઢોર માર મારવાને મામલે કોર્ટે આરોપી ભાજપના નેતાઓ વિરુદ્ધ સજાનો ચુકાદો સંભળવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતના ભાજપ સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખને કોર્ટે અઢી વર્ષ કેદની સજા ફટકારી છે.
રાજકીય આગેવાન સહિત 4 આરોપીઓને કસુરવાર
વર્ષ- 2019માં ગોરખમઢી ગામના યુવકને ઘરે બોલાવીને બેફામ માર મારવાનના પ્રકરણમાં સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે બંને રાજકીય આગેવાન સહિત 4 આરોપીઓને કસુરવાર ઠેરવ્યા હતા, જેમાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપ બાંભણીયા અને જિલ્લા પંચાયત સદસ્ય બાબુ પરમારને દોષી ઠેરવીને સજા સંભળાવી હતી.