Home / World : US :Florida payments can be made in gold and silver coins instead of dollars

US: ફલોરિડા સ્ટેટે અર્થશાસ્ત્રની ઘડિયાળના કાંટા ઊંધા ફેરવ્યા, હવે ડૉલરની જગ્યાએ સોના-ચાંદીના સિક્કા દ્વારા પણ ચૂકવણી કરી શકાશે

US: ફલોરિડા સ્ટેટે અર્થશાસ્ત્રની ઘડિયાળના કાંટા ઊંધા ફેરવ્યા, હવે ડૉલરની જગ્યાએ સોના-ચાંદીના સિક્કા દ્વારા પણ ચૂકવણી કરી શકાશે

USA NEWS |  એકબાજુ સમગ્ર વિશ્વમાં બિટકોઈન કે તેના જેવી અન્ય ક્રિપ્ટો કરન્સીને લીગલ ટેન્ડર બનાવી  શકાય કે નહીં તેવી  મથામણ ચાલી રહી છે ત્યારે અમેરિકાના ફલોરિડા રાજ્યએ અર્થશાસ્ત્રની ઘડિયાળના કાંટા ઉંધા ફેરવી સોના અને ચાંદીમાં પણ રોજિંદા પેમેન્ટ થઈ શકે તેવા કાયદાને મંજૂરી આપી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફલોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસે  CB/HB 999 તરીકે ઓળખાતા કાયદાને મંજૂરી આપી છે. ફલોરિડાના રહેવાસીઓ હવે ડોલરની ગરજ વિના સોના કે ચાંદીના સિક્કા દ્વારા રોજિંદા વ્યવહારો નિપટાવી શકશે. તેને પગલે હવે  એપોપ્કા ખાતે મીડિયાને સંબોધન કરતાં ડિસેન્ટિસે કહ્યું હતું કે આ કાયદાને કારણે હવેથી મની સર્વિસિંગ કંપનીઓ સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં પેમેન્ટ પ્રોસેસ કરી શકશે અને સ્વીકારી શકશે.

ફલોરિડા અમેરિકાનું સૌથી પહેલું એવું મોટું
ડિસેન્ટિસે કહ્યું હતું કે ફલોરિડા અમેરિકાનું સૌથી પહેલું એવું મોટું રાજ્ય છે જેણે આ બાબતે પહેલ કરી છે. તેમણે કહ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સના બંધારણ અનુસાર કોઈ રાજ્યને આવો  નિર્ણય કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ કાયદા થકી મની સર્વિસિસ કંપનીઓ નિશ્ચિત કરાયેલા માપદંડો પ્રમાણેની શુદ્ધતા ધરાવતાં હોય તેવા સોના-ચાંદીના સિક્કાને પેમેન્ટની જેમ સ્વીકારી શકશે. તેને સેલ્સ ટેક્સમાંથી મુક્તિ પણ મળશે. 

ટ્રમ્પની નીતિઓથી ડોલર નબળો પડી શકે છે 
ડિસેન્ટિસના મતે આ કાયદાથી લોકોને ડોલરનો વિકલ્પ મળશે. તેમના મતે ફેડરલ શાસન મતલબ કે હાલની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નાણાં નીતિઓ તથા ફૂગાવા જેવાં પરિબળોને કારણે ડોલર નબળો પડી શકે છે. આ નીતિથી ફલોરિડાના રહેવાસીઓને ડોલરનાં ઘસારાના જોખમો સામે રક્ષણ મળશે. તેમણે જણાવ્યું હતું કે કરન્સીની  બાબતમાં ફેડરલના એકાધિકાર સામે આવું પગલું લેવા માટે એક સ્ટેટને અમેરિકી બંધારણ અનુસાર પૂરેપૂરો અધિકાર છે. 

 

Related News

Icon