ગોંડલથી કમકમાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગોંડલની સબ જેલ સામે પીજીવીસીએલના કર્મચારી ફીડરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક કરંટ લાગતાં બે કર્મચારીઓના મોતા નીપજ્યા છે. બંને યુવા કર્મચારીઓના મોતથી શોકનો માહોલ છવાયો છે અને PGVCL સામે કર્મચારીઓની સુરક્ષાને લઇને સવાલો ઉભા થયા છે.

