આજના યુવાનો સરકારી નોકરી મેળવવા આકાશ પાતાળ એક કરે છે ત્યારે લાઠી તાલુકાના રાભડા ગામના એક યુવાને સરકારી નોકરી ત્રણ વર્ષ કરીને નોકરી છોડી ગોપાલનના વ્યવસાયને અપનાવી 35 ગાયો વસાવી મહિને રૂ. 4.20 લાખની દુધ વેચાણની આવક કરે છે. એનું 200 લિટર દૂધ ચપોચપ વેચાઈ જાય છે. આ ઉપરાંત એની પાસે એક ગાય એવી છે કે એની ઉંચાઈ છ ફૂટની છે. જે સૌરાષ્ટ્રમાં એક માત્ર છે.

