Home / Gujarat / Ahmedabad : Amit Chavda may become Gujarat Congress state president

અમિત ચાવડા ફરી વાર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બને તેવી શક્યતા, પ્રદેશ માળખામાં પરિવર્તનના એંધાણ

અમિત ચાવડા ફરી વાર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બને તેવી શક્યતા, પ્રદેશ માળખામાં પરિવર્તનના એંધાણ

કડી-વિસાવદરની પેટા ચૂંટણી બાદ હારના બહાને શક્તિસિંહ ગોહિલે મેદાન છોડ્યુ છે. હવે ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોપવી તે મુદ્દે દિલ્હીમાં હાઇકમાન્ડે મનોમંથન શરૂ કર્યું છે. રાહુલ ગાંધી સાથે યોજાયેલી બેઠક બાદ એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે, ફરી એકવાર ધારાસભ્ય અમિત ચાવડાની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે નિયુક્તિ થઇ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જીજ્ઞેશ મેવાણી બની શકે છે વિધાનસભા વિપક્ષના નેતા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માટે હાઇકમાન્ડે શોધખોળ શરૂ કરી છે. સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, પરેશ ધાનાણી, જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઇ, વિરજી ઠુમર પ્રદેશ પ્રમુખની રેસમાં ટોપ પર છે. દિલ્હીમાં રાહુલ ગાંધીએ બધાય દાવેદારો સાથે વન ટુ વન બેઠક કરીને મત જાણ્યા હતાં.

શહેર-જીલ્લા પ્રમુખોની નિમણૂંક બાદ હવે પ્રદેશ માળખાની રચના કરવાની છે તે પહેલાં દોર શરૂ થયો છે. સૂત્રોના મતે, હાઇકમાન્ડ OBC નેતા અમિત ચાવડાને ફરી પ્રમુખપદ સોંપી શકે છે. જો અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બને તો વિધાનસભા વિપક્ષનું પદ ખાલી પડશે. યુવા-આક્રમક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિપક્ષી નેતા તરીકે હાઇકમાન્ડની પહેલી પસંદ છે જ્યારે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલને કોંગ્રેસ પક્ષના ઉપનેતા પદે નિમણૂંક થાય તેવી પુરેપુરી શક્યતા જોવાઇ રહી છે.

હાઇકમાન્ડ પ્રદેશ સંગઠનના માળખામાં તો ધરમૂળથી ફેરફાર કરવા ઇચ્છુક છે પણ સાથે સાથે વિધાનસભામાં પણ ભલે ધારાસભ્યોનું સંખ્યાબળ ઓછુ હોય પણ વિપક્ષ તરીકે કોંગ્રેસ મજબૂત બને તેવો લક્ષ્ય ધરાવે છે. જોકે, વિધાનસભામાં વિપક્ષ પદ મેળવવા માટે પણ ધારાસભ્યોમાં લોબિંગ શરૂ કરાયુ છે.

બે-ચાર દિવસમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નામની ઘોષણા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related News

Icon