Home / Gujarat / Gandhinagar : State government increases honorarium of private specialist doctors

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, ખાનગી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, ખાનગી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુતમ 3 કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડિયાટ્રિશિયન અને જનરલ ફિઝિશિયન પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

ગુજરાતના વિઝિટિંગ ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય 2 - image
 
આ વિશે વધુ વાત કરતા તેમણે જણાવ્યું કે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝિટિંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Related News

Icon