Home / Gujarat / Gandhinagar : Gujarat State Health Employees Federation strike ends

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની 21 દિવસથી ચાલતી હડતાળ સમેટાઈ

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની 21 દિવસથી ચાલતી હડતાળ સમેટાઈ

ગાંધીનગર ખાતે 17 માર્ચ 2025થી હળતાળ ઉતરેલા આરોગ્યકર્મચારીઓએ આજે અચોક્કસ મુદ્દતની હડતાળ સમેટી લીધી છે. 21 દિવસની અચોક્કસ હડતાળ બાદ સરકાર સાથે સુખદ સમાચાર થતાં રાજ્યના 33 જીલ્લાના જીલ્લા પંચાયત વિભાગ વર્ગ-૩ના આરોગ્યના એમ.પી.એચ.ડબલ્યુ. એફ.એચ.ડબલ્યુ, એફ.એચ.એસ. એમ.પી.એચ.એસ. અને તાલુકા અને જીલ્લા કક્ષાએ ફરજ બજાવતાં સુપરવાઈઝર ભાઈઓ અને બહેનોને હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગાંધીનગરમાં 17 માર્ચથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ આજે સમેટાઈ ગઈ છે. મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે.

આરોગ્ય કર્મચારી મહાસંઘના 33 જીલ્લા પ્રમુખ, મહામંત્રી, મુખ્યકન્વિનરની સંયુક્ત સંપુર્ણ કારોબારી મીટીંગ રવિવારે (6 એપ્રિલ)ના રોજ ગાંધીનગર ખાતે મળી હતી.  આ મીટીંગમાં કર્મચારીઓના પ્રશ્નો અને સરકારી સાથે ચર્ચા મુજબ અચોક્કસ મુદ્દતની હડતાળને ત્રણ મહિના માટે બ્રેક આપવામાં આવ્યો છે. 

જો ત્રણ મહિનામાં સરકાર તરફથી માંગણીઓ અંગે કોઈ જી.આર, ઠરાવ કે નિકાલ નહીં આવે તો ફરી હડતાળ શરૂ કરવામાં આવશે. આ અંગે 33 જિલ્લાના પ્રતિનિધિઓ અને રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે.

શું છે આરોગ્યક્રર્મીઓની માંગણીઓ

આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મીઓની મુખ્ય માંગણીઓમાં ટેક્નિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરો, ખાતાકીય પરીક્ષા રદ કરો.

આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી હતી.

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 2 - image

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 3 - image

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 4 - image

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 7 - image

Related News

Icon