Gandhinagar News: ગુજરાતના અનેક જિલ્લામાં આગ ઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર વધી રહ્યો છે, ત્યારે બે દિવસ પહેલા રાજ્ય સરકારની શ્રમ આયોગની કચેરી દ્વારા શ્રમિકોને બપોરે 1થી 4 વાગ્યામાં કામ નહીં કરાવવાનો આદેશ આપ્યો હતો. જ્યારે આજે સોમવારે (14 એપ્રિલ, 2025) ગાંધીનગરના જૂના સચિવાલયમાં શ્રમિકો ધોમધખતા તાપમાં કામ કરતા જોવા મળ્યા છે.

