Vadodara MGVCL : ભરઉનાળે વડોદરાવાસીઓને વીજ કાપ સહન કરવાનો વારો આવશે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવનાર છે. જેના કારણે 16 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈ પણ જાતની જાણ કર્યા વિના પુનઃ ચાલુ કરી દેવાશે. કઈ તારીખે કયા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે તેની વિગતો જાહેર કરવામાં આવી છે.

