Home / Sports / Hindi : Heinrich Klaasen hits century in just 37 balls against KKR

SRH vs KKR / હેનરિક ક્લાસેનની તોફાની ઈનિંગ, કોલકાતા સામે 37 બોલમાં ફટકારી સદી

SRH vs KKR / હેનરિક ક્લાસેનની તોફાની ઈનિંગ, કોલકાતા સામે 37 બોલમાં ફટકારી સદી

IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના બેટ્સમેન હેનરિક ક્લાસેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે માત્ર 37 બોલમાં સદી ફટકારી રેકોર્ડ નોંધાવ્યો છે. તે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. અગાઉ 2010માં યુસુફ પઠાણે મુંબઈ ઈન્ડિયન્સ (MI) વિરુદ્ધ 37 બોલમાં સદી ફટકારી હતી, જેની ક્લાસેને બરાબરી કરી લીધી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સનરાઈઝર્સ હૈદરાબાદે બનાવ્યો IPL 2025નો બીજો હાઈએસ્ટ સ્કોર

ક્લાસેનની સદી અને ટ્રેવિસ હેડની અડધી સદીની મદદથી SRH એ KKR સામે ત્રણ વિકેટે 278 રન ફટકારીને IPLના ઈતિહાસનો ત્રીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. બીજી તરફ IPL 2025માં અત્યાર સુધીમાં સૌથી વધુ રન ફટકારનારી ટીમમાં બીજા સ્થાને SRHનું નામ આવી ગયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ યાદીમાં SRHનું જ નામ પ્રથમ સ્થાને છે. અગાઉ તેણે 23 માર્ચ, 2025ના રોજ છ વિકેટે 286 રન બનાવ્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર

ક્લાસેનની વાત કરીએ તો તેણે 39 બોલમાં 7 ફોર અને 9 સિક્સ સાથે અણનમ 105 રન બનાવ્યા હતા. જ્યારે ટ્રેવિસ હેડે 40 બોલમાં 6 સિક્સ અને 6 ફોર સાથે 76 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઓપનિંગમાં આવેલા અભિષેક શર્માએ 32 રન અને ઈશાન કિશને 29 રન કર્યા હતા. આમ તો સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, જોકે ટીમના બેટ્સમેનોએ આ મેચમાં દમદાર બેટીંગ કરી દર્શકોને ખુશખુશાલ કરી દીધા છે.

ક્લાસેન SRH માટે એક મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બીજો બેટ્સમેન

ક્લાસેને 39 બોલની પોતાની ઈનિંગમાં 7 ફોર અને 9 સિક્સ ફટકારી છે. તે SRH માટે એક મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે. આ મામલે અભિષેક શર્મા પહેલા નંબર પર છે, જેણે આ સિઝનમાં પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં 10 સિક્સ ફટકારી હતી. SRHની ઈનિંગમાં કુલ 19 સિક્સ ફટકારવામાં આવી હતી.

Related News

Icon