'હેરા ફેરી 3' (Hera Pheri 3) ને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ, પરેશ રાવલની ફ્રેન્ચાઈઝી છોડવાની અચાનક જાહેરાતથી ફેન્સ ચોંકી ગયા. હવે સુનિલ શેટ્ટીએ પરેશ રાવલના આ નિર્ણય પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેતા સુનિલ શેટ્ટીએ 'હેરા ફેરી 3' માંથી પરેશ રાવલના બહાર નીકળવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને ભારપૂર્વક કહ્યું કે રાવલના આઈકોનિક પાત્ર બાબુરાવ ગણપતરાવ આપ્ટે વિના આ ફિલ્મ બની જ ન શકે.

