સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકર અને યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોએ પ્રસ્તાવિત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારને ઝડપી બનાવવાની જરૂરિયાત પર સંમતિ વ્યક્ત કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત લગભગ 50 દેશો પર ટેરિફ જાહેર કર્યાના થોડા દિવસો પછી જયશંકર અને રુબિયો વચ્ચેની ફોન વાતચીતમાં આ મુદ્દો મુખ્ય રીતે ઉછળ્યો હતો.

