Home / World : 400 KG of uranium missing in Iran, America fears 10 nuclear bombs

ઈરાનમાં 400 KG યુરોનિયમ ગાયબ,  હુમલો કર્યા પછી પણ અમેરિકાને 10 પરમાણુ બોમ્બનો ડર

ઈરાનમાં 400 KG યુરોનિયમ ગાયબ,  હુમલો કર્યા પછી પણ અમેરિકાને 10 પરમાણુ બોમ્બનો ડર

Iran Israel War Updates : ઈઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ-વિરામ મંત્રણા થઈ, પડી ભાંગી અને આખરે યુદ્ધવિરામ થઈ ગયું ત્યારે ઈરાનનું 400 કિલો જેટલું સમૃદ્ધ યુરેનિયમ ક્યાં છે તેની અમેરિકા કે ઈઝરાયેલને કંઈ ખબર નથી. પરિણામે અમેરિકાની ચિંતા વધી ગઈ છે. કારણ કે આટલું યુરેનિયમ 10 એટમ-બોમ્બ બનાવવા માટે પૂરતું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સે જણાવ્યું હતું કે, અમેરિકાએ રવિવારે વહેલી સવારે ઈરાનનાં ત્રણ પરમાણુ સંકુલો ફોર્ડો, Natanz અને ઈસ્ફહાન ઉપર છ બંકર-બસ્ટર-બોમ્બ નાંખ્યા હતા. પરંતુ આ ત્રણે પરમાણુ સંકુલોમાંથી 60 ટકા સમૃદ્ધ યુરેનિયમ ગુમ થઈ ગયું છે. હવે, તેને 90 ટકા સુધી શુદ્ધ કરવામાં થોડો જ સમય લાગે તેમ છે. જો તે સ્તરે યુરેનિયમ વિશુદ્ધ થઈ જાય તો તે 10 એટમ-બોમ્બ બનાવવા માટે પૂરતું છે.

ઈરાને તેનાં યુરેનિયમનો જથ્થો કોઈ અજ્ઞાાત-સ્થળે ફેરવી દીધો 

એવું લાગે છે કે ઈરાન અમેરિકા સાથેની મંત્રણા સમયે, આ યુરેનિયમ એક પ્રબળ લિવરેજ (હથિયાર) તરીકે વાપરવા માગે છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અમેરિકા ગમે ત્યારે હુમલો કરશે જ તેવું પાક્કું અનુમાન બાંધીને ઈરાને તેનાં યુરેનિયમનો જથ્થો કોઈ અજ્ઞાાત-સ્થળે ફેરવી દીધો છે. ઇઝરાયેલ પણ આ ગણતરીને પુષ્ટી આપે છે.

અમેરિકા ઉપપ્રમુખ જે.ડી. વાન્સે સ્પષ્ટ કહ્યું હતું કે અમેરિકા ઈરાન સામે યુદ્ધે ચઢ્યું નથી. પરંતુ તે ઈરાનની પરમાણુ બોમ્બ બનાવવાની મહેચ્છાનો સખત વિરોધ કરે છે. આ સાથે તેઓએ કહ્યું અમે ઈરાનના સત્તાધિશો સામે લડીએ છીએ, તેની જનતા સામે નહીં. અમે ઈરાનની પરમાણુ બોમ્બ બનાવવાની મહેચ્છા સામે લડીએ છીએ. સાથે તેમ પણ સ્વીકાર્યું કે ઈરાનના પરમાણુ સંકુલો સંપૂર્ણત: નાશ પામ્યાં નથી. 

પછી તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેટલીક સંવેદનશીલ-બાબતો તેઓ જાહેર કરી શકે નહીં. સાથે વિશ્વાસ પૂર્વક કહ્યું કે ઈરાન પર કરાયેલા પ્રચંડ હુમાલાઓએ, ઈરાનના પરમાણુ કાર્યક્રમને પાછો ઠેલવી જ દીધો છે. આ તબક્કે તો અમેરિકા તેટલું જ ઈચ્છે છે, જે ઈચ્છા પૂરી પણ થઈ છે.

સેટેલાઈટ તસ્વીરોમાં તે સ્પષ્ટ દેખાયું છે કે ઈરાનનો મુખ્ય ન્યૂક્લિયર પ્લાંટ ફોર્ડો પર્વતની અંદર ઊંડે બનાવમાં આવ્યો છે, તેની બહાર 16 ટ્રક ઉભા હતા. આ પ્લાંટ પર્વતોમાં એટલે ઊંડે બનાવાયો છે કે, જ્યાં મિસાઈલ હુમલા થઈ ન શકે, તેથી અમેરિકાએ ઈરાનની ત્રણે ન્યૂક્લિયર ફેસિલિટી, ફોર્ડોસ, Natanz અને ઈસ્ફરાનને ભારે નુકસાન થયું હોય તેમ સ્પષ્ટ દેખાયું હતુ. પેલા ટ્રક પણ ગૂમ થઈ ગયેલા જણાતા હતા.

ટૂંકમાં ઈરાનમાં પરમાણું કાર્યક્રમ રહસ્યનું જાળું રહેલું છે. અમેરિકા અને ઈઝરાયેલ માટે તો તે ચિંતાનો વિષય છે જ, પરંતુ વિશ્વ શાંતિ માટે પણ ચિંતાનો વિષય છે.

 

Related News

Icon