અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. જેમાં ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્હાનના પરમાણુ ઠેકાણાઓનો સમાવેશ થાય છે. આ હુમલાઓ અમેરિકાની વાયુસેનાએ ફાઈટર જેટ B2 બોમ્બર દ્વારા કરાયો છે. અહેવાલો અનુસાર, ફાઈટર જેટ B2 બોમ્બર્સે આ ત્રણ સ્થળો પર હજારો કિલોગ્રામ બોમ્બ ફેંક્યા છે, જે બંકર બસ્ટર બોમ્બ તરીકે ઓળખાય છે. આ બોમ્બને મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) પણ કહેવામાં આવે છે.

