
દેશની ટોચની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે JEE મેઈન પરીક્ષા પાસ કરવી જરૂરી છે. JEE મેઈન સેશન 2ની પરીક્ષા 02 એપ્રિલથી 09 એપ્રિલ 2025ની વચ્ચે યોજાશે. હવે તમારી પાસે આ પરીક્ષાની તૈયારી માટે સમય નથી બચ્યો. તેથી, તમે જે તૈયારી કરી છે તેનું રિવિઝન કરવું વધુ સારું રહેશે. જો તમને આ પરીક્ષામાં ઓછા માર્ક્સ મળશે, તો તમારે એક વર્ષનો ગેપ લઈને આવતા વર્ષે ફરીથી પરીક્ષા આપવી પડશે.
પરીક્ષાના એક દિવસ પહેલા શું કરવું?
પરીક્ષાના એક દિવસ પહેલા JEE મેઈનનો સિલેબસ અને પરીક્ષા પેટર્ન તપાસો. જો તમે હજુ સુધી એડમિટ કાર્ડ ડાઉનલોડ નથી કર્યું તો હમણાં જ તેને ડાઉનલોડ કરીને પ્રિન્ટઆઉટ લઈ લો. પરીક્ષા તમામ લેટેસ્ટ અપડેટ્સ jeemain.nta.nic.in પર જોઈ શકાય છે. ચાલો હવે જાણીએ કે તમારે પરીક્ષાના એક દિવસ પહેલા શું કરવું જોઈએ.
રિવિઝન પર ધ્યાન કેન્દ્રિત કરો
પરીક્ષાના એક દિવસ પહેલા નવા વિષયો ન શરૂ કરો. તમે જે અભ્યાસ કર્યો છે તેની નોટ, ફોર્મ્યુલા અને મહત્ત્વપૂર્ણ કોન્સેપ્ટ પર એક નજર નાખો. ફિઝીક્સના ફોર્મ્યુલા, કેમેસ્ટ્રીના રિએક્શન અને મેથ્સના શોર્ટકટ્સ રિવાઈઝ કરી લો.
મોક ટેસ્ટ અથવા ટાઈમ મેનેજમેન્ટ
જો તમારી પાસે સમય હોય, તો એક નાનો મોક ટેસ્ટ આપવાનો પ્રયાસ કરો. આ મોક ટેસ્ટ આપીને, તમને પરીક્ષાની પેટર્ન, માર્કિંગ સ્કીમ અને તેના માટે ટાઈમ મેનેજમેન્ટનો ખ્યાલ આવશે.
પરીક્ષા માટે વસ્તુઓ તૈયાર કરો
પરીક્ષા માટે એડમિટ કાર્ડ, આઈડી પ્રૂફ (જેમ કે આધાર કાર્ડ), પેન, પેન્સિલ અને અન્ય જરૂરી વસ્તુઓ બેગમાં રાખો. આ માટે પરીક્ષાના દિવસની રાહ ન જુઓ. પરીક્ષા કેન્દ્રના બધા નિયમો પણ તપાસી લો.
આરામ પણ મહત્ત્વપૂર્ણ છે
પરીક્ષાના એક દિવસ પહેલા વધુ પડતો અભ્યાસ ન કરો. આનાથી તમે થાકી જશો અને બિનજરૂરી તણાવ વધશે. આ દિવસે 7-8 કલાકની ઊંઘ લેવાની ખાતરી કરો. આ તમારા માઈન્ડને ફ્રેશ રાખશે. આ સિવાય ઘરે બનાવેલો ખોરાક જ ખાઓ.
આત્મવિશ્વાસ રાખો
આત્મવિશ્વાસ જાળવી રાખો. કોઈપણ પ્રકારના તણાવથી બચો અને પોતાને યાદ કરાવો કે તમે સારી તૈયારી કરી છે. પરીક્ષાના એક દિવસ પહેલા સકારાત્મક રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે પરિણામ વિશે અગાઉથી તણાવ લેશો તો પેપર ખોટું ખરાબ જવાનું જોખમ રહેશે.
પરીક્ષાના દિવસે શું કરવું?
પરીક્ષાના દિવસે તમારી જાતને રિલેક્સ રાખો. હવે ચિંતા કરવાથી કંઈ નહીં મળે. તમારે જે તૈયારી કરવાની જરૂર હતી તે તમે કરી લીધી છે. હવે ફક્ત પોતાના પર વિશ્વાસ રાખો અને શાંત મનથી પરીક્ષા કેન્દ્ર પર જવાની તૈયારી કરો.
સવારે વહેલા ઉઠો
ઉતાવળ ન થાય તે માટે સમયસર તૈયાર થઈ જાઓ. હળવો નાસ્તો કરો, જેમ કે ફળ, બ્રેડ અથવા પચવામાં સરળ હોય તેવી કોઈપણ વસ્તુ.
રિપોર્ટિંગ ટાઈમ ચેક કરો
તમારા એડમિટ કાર્ડમાં રિપોર્ટિંગ ટાઈમ છે કરો. રિપોર્ટિંગ ટાઈમના ઓછામાં ઓછા 30-45 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચો. જેથી કોઈ સમસ્યા ન આવે.
પરીક્ષા દરમિયાન શું કરવું?
કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચતાની સાથે જ ગભરાઈ જાય છે. પરીક્ષા માટે તેમની શ્રેષ્ઠ તૈયારી પણ કામમાં નથી આવતી. આવી સ્થિતિમાં પેપર બગડવાનો ખૂબ ભય રહે છે. આવી સ્થિતિમાં જાણી લો કે પરીક્ષા દરમિયાન શું કરવું જોઈએ.
પ્રશ્નપત્ર બરાબર વાંચો
પ્રથમ 5 મિનિટ પ્રશ્નપત્રને બરાબર વાંચવામાં વિતાવો. હંમેશા સરળ પ્રશ્નોથી શરૂઆત કરો. આનાથી ફ્લો બને છે અને આત્મવિશ્વાસ પણ વધે છે.
સમયનો ખ્યાલ રાખો
આ પરીક્ષામાં 180 મિનિટમાં 75 પ્રશ્નો (દરેક વિષયમાંથી 25) સોલ્વ કરવાના રહેશે. કોઈપણ એક પ્રશ્ન પર વધુ સમય ન બગાડો. જો તમે ક્યાંક અટવાઈ ગયા છો તો તેને છોડી દો અને આગળ વધો.
નેગેટિવ માર્કિંગથી સાવધ રહો
આ પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 1 માર્ક કાપવામાં આવે છે. તેથી, કોઈપણ પ્રશ્નનો કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ જવાબ આપવાનો પ્રયાસ કરો.
મનને શાંત રાખો
પરીક્ષા આપતી વખતે, તમારા મનને શાંત રાખો, બિલકુલ ગભરાશો નહીં. જો તમને કોઈ પ્રશ્ન મુશ્કેલ લાગે તો તેને છોડી દો અને આગળ વધો.
હાઈડ્રેટેડ રહો
તમારી સાથે પાણીની બોટલ રાખો (જો પરવાનગી હોય તો) અને વારંવાર પાણી પીતા રહો. આ સમયે ગરમી વધી ગઈ છે ત્યારે પાણી પીતા રહેવાથી રાહત મળશે.