Home / India : Uproar as Veer Tejaji Maharaj's statue is vandalised in Jaipur, Rajasthan, sparking huge anger and protests among locals

રાજસ્થાનના જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ ખંડિત થતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, પોલીસ ખડકાઈ

રાજસ્થાનના જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ ખંડિત થતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, પોલીસ ખડકાઈ

Veer Tejaji's statue in Jaipur : જયપુરના સાંગાનેર વિસ્તારના પ્રતાપનગર સેક્ટર -3માં વીર તેજાજી મહારાજની મૂર્તિને અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રોષે ભરાયેલા લોકોએ જયપુર-ટોંક રોડ પર બજાર બંધ કરાવીને ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નાગોરના સાંસદે શું કહ્યું?

નાગોરના સાંસદ હનુમાન બેનીવાલે આ ઘટનાની નિંદા કરી હતી. આ સાથે તેમણે જયપુર પોલીસ કમિશનરને આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, 'અસામાજિક તત્ત્વો દ્વારા આવી હરકત શ્રદ્ધાળુઓની મજાક છે, જેને સહન કરવામાં આવશે નહીં.'

રાજસ્થાન સરકારે માર્ચ-2023માં વીર તેજાજી કલ્યાણ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી હતી. જેનો ઉદ્દેશ્ય સમાજની સ્થિતિનો અભ્યાસ કરીને પછાતપણું દૂર કરવા માટે સૂચનો આપવાનો છે. જ્યારે વીર તેજાજીની મૂર્તિ તોડવા મામલે તંત્રએ ખાતરી આપી છે કે, આરોપીને જલ્દીથી ઝડપી પાડવામાં આવશે. સમગ્ર મામલે પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. અત્યારસુધીમાં આ મામલે કોઈને ધરપકડ કરાઈ નથી. કયા કારણોસર ઘટના ઘટી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. 

Related News

Icon