Home / Religion : Since there is a solar eclipse today, it coincides with the new moon of Saturn, do not do these 6 things at home today!

આજે સૂર્યગ્રહણ હોવાથી શનિ અમાસનો સંયોગ, ઘરમાં આજે આ 6 કામ ન કરતા!

આજે સૂર્યગ્રહણ હોવાથી શનિ અમાસનો સંયોગ, ઘરમાં આજે આ 6 કામ ન કરતા!

Surya Grahan 2025:  આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ વખતે સૂર્યગ્રહણ પર શનિ અમાસનો પણ સંયોગ રહેશે. આજે શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે અને આગામી અઢી વર્ષ સુધી આ જ રાશિમાં વિરાજમાન રહેશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે. તેથી લોકોને સૂતક કે ગ્રહણ કાળ વિશે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સૂર્યગ્રહણ અને શનિ અમાસના સંયોગના કારણે ઘરમાં કેટલાક કામો ન કરવા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેટલા વાગ્યે લાગશે સૂર્યગ્રહણ?

શનિ અમાસના દિવસે લાગનારું સૂર્યગ્રહણ ભારતીય સમય પ્રમાણે બપોરે 2:21 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:14 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 53 મિનિટનો રહેશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે અને ન તો તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે.

 

આજે ઘરમાં ભૂલથી પણ આ 6 કામ ન કરવા

  1. નવું કાર્ય

શનિ અમાસના સંયોગમાં લાગી રહેલા સૂર્યગ્રહણમાં કોઈ નવું કાર્ય શરૂ ન કરવું. વ્યવસાયિક સોદા કરતી વખતે, મકાન બાંધકામ કરતી વખતે અથવા મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે સાવચેત રહેવું. આવા કાર્યો થોડા સમય માટે ટાળી રાખો તો સારું રહેશે.

  1. લગ્ન સાથે સબંધિત કાર્ય

સૂર્યગ્રહણ અને શનિ અમાસના સંયોગમાં લગ્ન સંબંધિત કોઈપણ કાર્ય ન કરવું. ગૃહ પ્રવેશ કે કોઈ પણ પ્રકારના શુભ કાર્યથી દૂર રહેવું. એવું કહેવાય છે કે શુભ અને માંગલિક કાર્યો પર  ગ્રહણની નકારાત્મક અસર પડે છે.

 

  1. માંસ-દારૂનું સેવન ન કરવું

આ દિવસે માંસાહારી ખોરાક, દારૂ કે અન્ય કોઈ નશીલા પદાર્થનું સેવન પણ અશુભ માનવામાં આવે છે. સાત્વિક ખોરાક લેવો શ્રેષ્ઠ રહેશે.

  1. વાળ, નખ ન કાપવા અને દાઢી ન કરવી

સૂર્યગ્રહણ દરમિયાન વાળ કાપવા, દાઢી કરવા અથવા નખ કાપવા પર પણ પ્રતિબંધ છે. આ સમયે તમારા શરીરને સ્વચ્છ રાખો અને સ્નાન કર્યા પછી જ કોઈપણ શુભ કાર્ય કરો.

  1. લડાઈ-ઝઘડાથી દૂર રહો

ઘરમાં લડાઈ-ઝઘડા કે વિવાદોથી દૂર રહો. લોકો સાથે કોઈ ઝઘડો ન કરો. આ દરમિયાન ઝઘડા કરવાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે અને જીવનમાં અનિચ્છનીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

  1. વડીલોનું અપમાન ન કરવું

આ દિવસે તમારા માતા-પિતા કે અન્ય કોઈ વડીલોને એવા શબ્દો ન કહો જેનાથી તેમની લાગણીઓ દુભાય. આમ કરવાથી શનિદેવની કૃપા અટકી શકે છે અને તમારા જીવનમાં અવરોધો આવી શકે છે.

Related News

Icon