
અમદાવાદ શહેરના અસારવામાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં યુવકને માર મારવાની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. શાહીબાગ પોલીસની સઘન તપાસ અને વાયરલ વીડિયોને લઈ એક મહત્ત્વનો ખુલાસો થયો હતો. જેમાં યુવક માનસિક અસ્થિર હોવાનું આવ્યું સામે છે.
આ અસ્થિર મગજના યુવકે જાતે જ કપડાં કાઢી નાખી નગ્ન થયો હતો. સિવિલ હોસ્પિટલમાં પત્નીને બાળકીનો જન્મ થઈને મૃત્યુ પામતા યુવક માનસિક અસ્થિર થયો હતો. આ ઉપરાંત આ અસ્થિર મગજના યુવકને અગાઉ ત્રણ વખત બાળક જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યા હતા. બાળકના મોત બાદ યુવક માનસિક અસ્થિર થયો હતો.
જો કે, આ અંગે બંને પક્ષે ફરિયાદ કરવાનો ઈનકાર કરતા કાયદેસરની કાર્યવાહી ન થઈ. યુવકના વાલી મળી આવતા પોલીસે યુવકને તેના પિતાને સોંપી દીધો હતો.