પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) છેલ્લા ઘણા સમયથી તેની આગામી ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું 2' (Kis Kis Ko Pyaar Karoon 2) ને લઈને સમાચારમાં છે. થોડા સમય પહેલા તેણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મના પોસ્ટર શેર કર્યું હતું. આ પહેલા, તે બીજા ધર્મની દુલ્હન સાથે લગ્નના કપડામાં ઉભો જોવા મળે છે. હવે તેણે ઈસ્ટરના અવસર પર ક્રિશ્ચિયન દુલ્હન સાથેનો એક ફોટો શેર કર્યો છે. જોકે, તેણે તેની કોઈપણ પોસ્ટરમાં અભિનેત્રીનો ચહેરો નથી બતાવ્યો.

